Gujarat

પોલીસ અધિક્ષકની કચેરી,છોટાઉદેપુર ખાતે ફરીયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે

છોટાઉદેપુર:
 છોટાઉદેપુર જિલ્લાના પ્રજાજનોની પોલીસ ફરીયાદના  નિવારણ માટે તા.૧૪/૦૩/૨૦૨૨ ના રોજ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર કચેરી ખાતે ફરીયાદ નિવારણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જે માટે તા.૦૯/૦૩/૨૦૨૨ સુધીમાં અરજદારોએ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર કચેરીએ પોતાની ફરીયાદ અરજી નિયત નમૂનામાં નામ,પુરુ સરનામુ,ટેલીફોન/મોબાઇલ નંબર સાથે  બે નકલમાં મોકલી આપવાની રહેશે.
છોટાઉદેપુર જિલ્લાના પ્રજાજનોની પોલીસ ફરીયાદ નિવારણ માટે તા.૧૪/૦૩/૨૦૨૨ના સવારના ૧૧:૦૦ વાગે લોકો તરફથી મળેલ ફરીયાદોનો સ્થળ ઉપર નિવારણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ માટે જાહેર જનતાને જણાવવાનું કે પોતાની વ્યક્તિગત ફરીયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરીયાદો તા.૦૯/૦૩/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજુઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્ન હોય તો પ્રશ્નવાર અલગ-અલગ અરજી કરવાની રહેશે. પોલીસ ખાતાને લગતા ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌપ્રથમ પોલીસ ખાતાને અરજ કરેલ હોય અને જે તે પોલીસ ખાતાના વિભાગ મારફતે કોઇ કાર્યવાહી ન થવા પામી હોય અથવા તો જે તે પોલીસસ્ટેશનના અધિકારી દ્વારા કોઇ પ્રત્યુત્તર મળેલ ન હોય તેવી અરજીઓ ફરીયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ કરવાની રહેશે. આ અરજી સાથે જિલ્લાના જે પોલીસ સ્ટેશનમાં અરજી પડતર હોય તે અરજીની રજુઆતની નકલ સાથે અરજી કરવાની રહેશે. અરજદારે આ કાર્યક્રમમાં રજુ કરેલા પ્રશ્નો જિલ્લા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ પ્રશ્નો રજુ કરવાના રહેશે. મુદત બહાર આવેલા પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહી. અરજી ઉપર તેમજ અરજી મોકલવાના કવર ઉપર “પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ“ સ્પષ્ટ રીતે લખવું. તા.૧૪/૦૩/૨૦૨૨ ના દિવસે સવારના ૧૧:૦૦ કલાકથી જેમને જવાબો રજુ કરવાના છે તેવા પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓએ પોલીસ અધિકક્ષકની ચેમ્બરમાં છોટાઉદેપુર ખાતે ઉપસ્થિત રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારના ૧૧:૦૦ કલાકે દર્શાવેલ સ્થળે પોતાના પ્રશ્નો અંગેના આધાર પુરાવા સહિત હાજર રહેવાનું રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *