જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી તેમજ દહેજ પ્રતિબંધનધક સહઃ રક્ષણ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેયઝડ સપોર્ટ સેન્ટર ના મહિલા કાઉન્સેલર મનીષા રત્નોત્તર અને મયુરી ગોંઢા દ્વારા મહીલા ITI સાંતેશ્વર જૂનાગઢમાં પ્રિન્સિપાલ શ્રી પી.કે. વાળા. વિવિધ ટ્રેન્ડ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેમ કે કોપા, ફેશન ડિઝાનિંગ, કટીંગ એન્ડ સુઇગ ટેક્નોલોજી,ની વિદ્યાર્થી ની સાથે જાગૃતતા સેમિનાર યોજવામાં આવ્યો હતો.
જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી યોજનાની બુકલેટ વિતરણ કરી તેમને યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા સ્વાવલંબન યોજના, વ્હાલી દીકરી યોજના ,ગંગા સ્વરૂપા યોજના ,કામના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩, ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫, ગંગા સ્વરૂપા પુનઃ સ્થાપન યોજના,સખી વન સ્ટોપ સેન્ટર , તથા મફત કાનૂની સેવા સત્તા મંડળ,૧૦૦ નંબર,સી ટીમ અને ૧૮૧ વિશે માહિતી આપવામાં આવી હતી.

