પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને ફરજીયાત આધાર e-KYC” અને બેંક ખાતા “આધાર સિડિંગ” કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના સરકારશ્રી દ્રારા ખેડુતોની આવક વધારવા માટે ચલાવવામાં આવે છે. ભારત સરકારશ્રી ટુંક સમયમાં લાભાર્થી ખેડુતોના ખાતામાં ૧૨ માં હપ્તાના પૈસા મોકલી શકે છે. ૧૨ હપ્તાનો લાભ લેનાર લાભાર્થી ખેડુતોએ e-KYC કરાવવું કરજીયાત છે. e-KYC કરેલ લાભાર્થીઓના આધાર સાથે જોડાયેલા એકાઉન્ટમાં જ ૨૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, જૂનાગઢ અખબારી યાદીમાં જણાવ્યું છે.
