Gujarat

 પ્રધાન મંત્રી કિશાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન યોજના દ્વારા છોટા ઉદેપુર જીલ્લામાં  મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પી. એમ કુસુમ એ, પી. એમ કુસુમ બી, પી. એમ કુસુમ સી યોજના નો લાભ મેળવી આદિવાસી ખેડૂતો સૂર્ય ઊર્જા થી સિંચાઇ કરી શકે તેમજ વધારાની વિજળી વેચીને વધારા ની કમાણી કરી શકે તે માટે મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો ને  શિબિરો યોજી ને યોજનાકીય માહિતી આપવામાં આવી છે

 છોટાઉદેપુર જીલ્લામાં  બોડેલી તાલુકામાં  3 h.p તેમજ 5 h.p ના 8 જેટલાં ખેડુતો ને સોલાર પેનલ થી વીજ કનેક્શન અપાયા છે તો છોટાઉદેપુર તાલુકા માં 17 , કવાંટ માં 11 નસવાડીમાં 5 જેતપુર પાવી માં 55 તેજગઢ ફિડરોમાં 95 ખેડુતો મળી  જીલ્લાના કુલ 191 જેટલાં સોલાર પેનલ દ્વારા  સિંચાઇ યોજનાનો લાભ આપવામા આવ્યો છે.
આ અંગે બોડેલી તાલુકાના સીમલીયા ગામના ખેડૂત દિલીપભાઈ રાઠવા જણાવે છે કે મારા મકાન ની છત ઉપર સોલર પેનલ મૂકી હું 5 h.p ની મોટર દ્વારા 10 એકર જમીનમાં સિંચાઇ કરુ છું , આ યોજનામાં મને સોલર પેનલ, મોટર , સ્ટાટર, નો સેટ 90 ટકા  ની સબસિડી થી મળી છે, જેના થી લાઈટ બીલ ની બચત ઘણી બધી બચત થઈ છે  તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220616-183552_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *