ભરૂચ
ભરૂચ અને અંકલેશ્વરમાં ખ્રિસ્તી ધર્મના લોકોએ ગુડ ફ્રાઈડે નિમિતે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાઓ કરીને પ્રભુ ઈસુના બલિદાનને યાદ કર્યા હતા. ગુડ ફ્રાઇડેના દિવસે પ્રભુ ઈસુએ ચાર કલાક સુધી અનુભવેલી પીડાને લઈ ખાસ પ્રાર્થના સભા યોજાઈ હતી. નોંધનીય છે કે ખ્રિસ્તી બંધુઓ પ્રાયશ્ચિત અને પ્રાર્થનાના આ દિવસે ચર્ચમાં બેલ વગાડતા નથી.


