હાર્દિક કાનાબાર પ્રાચી
ભાદરવામાસ નિમિતે પ્રાચી તીર્થ માં અંદાજે સાડા સાત લાખ જેટલા ભાવિકો એ પિતૃતર્પણ કરાવ્યું
પ્રાચી તીર્થ માં નારાયણબલી, પ્રેતબલી, પિતૃશ્રાદ્ધ, કાગબલી, લિલ, બભૃશ્રાદ્ધ, વગેરે પિતૃ કાર્ય થાઈ છે
સો વાર કાશી એક વાર પ્રાચી તીર્થ માં આજે પિતૃ માસ ની અમાસ છેલ્લા શ્રાદ્ધ ના દિવસે દૂર દૂર થી ગામે ગામ ના લોકો પ્રાચી ખાતે આવી પવિત્ર સરસ્વતી ઘાટ માં સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી પિતૃકાર્ય કરાવી ધન્યતા અનુભવે છે
પ્રાચી તીર્થ ક્ષેત્ર માં પિતૃમાસ નું અનેરું મહત્વ હોય છે જેમાં ચૈત્ર માસ,કારતક માસ,અને ભાદરવા માસ, માં પિતૃ મોક્ષાર્થે પ્રાચી તીર્થ માં ગુજરાત ભરમાં થિ ભાવિકો ની ભીડ રહેછે પીર્તૃ તર્પણ માટે પ્રાચી તીર્થ નું વધુ મહત્વ હોવાથી પ્રાચી તીર્થ માં હાલ ચાલી રહેલ ભાદરવા માસ (પિતૃમાસ ) નિમિતે રોજ ના હજારો પરિવાર પ્રાચી તીર્થ માં આવી પોતાના પિતૃઓના મોક્ષાર્થે પ્રાચી તીર્થ માં આવેલ પવિત્ર સરસ્વતી ઘાટ માં સ્નાન કરી અતિ પ્રચલિત એવા મોક્ષ પીપળે પાણી રેડી બ્રાહ્મણો ને યથા શક્તિ દાન દક્ષિણા અને સીધો આપી પિતૃ તર્પણ કરાવે છે પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા ,નારાયણબલી, પ્રેતબલી,લિલ, બભૃ શ્રાદ્ધ, નાગબલી,ભૂતબલી,કાલસર્પ વિધાન,પિતૃશ્રાદ્ધ, પિતૃ તર્પણ, તીર્થ ર્શ્રાદ્ધ, કાગબલી, અર્ક વિવાહ,
કુંભવિવિહ, તેમજ સર્વ પિતૃ કાર્ય એમજ દેવી યજ્ઞ કાર્ય વગેરે વિધિ કરાવવા માં આવે છે પ્રાચી તીર્થ માં રોજના હજારો પરિવાર પિતૃ કાર્ય કરાવવા આવે છે જેમાં એક મહિનામાં અંદાજે સાડા સાત લાખ જેટલા ભાવિકો એ પ્રાચી આવી પોતાના પિતૃઓના મોક્ષાર્થે પિતૃકાર્ય કરાવી મોક્ષ પીપળે પાણી રેડી માધવરાયજી મહારાજ ના દર્શન કરી પુણ્ય નું ભાથું બાંધે છે જેમાં પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા વિધિ વત પૂજા અર્ચના કરાવી મોક્ષ પીપળે પાણી રેડાવી સંકલપ કરાવે છે જેમાં મોક્ષ પીપળે પાણી રેડવા માટે પાણી ની વ્યવસ્થા સાધુ સમાજ દ્વારા કરવામાં આવે છે તેમજ આજે પિતૃમાસ ના અંતિમ દિવસે અમાસ(અંતિમ શ્રાદ્ધ)નિમિતે લાખોની માનવ મેદની ઉમટશે એવું પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા એક અખબાર યાદી માં જણાવ્યું હતું


