રિપોર્ટર.મકસુદ કારીગર
કઠલાલ તાલુકાના ફાગવેલ વીર ક્ષત્રિય ભાથીજી મહારાજ ની પવિત્ર ભૂમિ ખાતે ગુજરાત ભાથીસેના ક્ષત્રિય સંગઠન દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ૨૩ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.આ પ્રસંગે કઠલાલ કપડવંજ ના ધરાસભ્ય કાળુસિંહ ડાભી,બાલાસિનોર ના ધારાસભ્ય અજીતસિંહ ,બાયડના ધારાસભ્ય ધવલસિંહ,ખેડા જિલ્લા ભાથીસેના પ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા તેમજ આગેવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.


