આજે એ જ સાયકલ પર એક વ્યાયામ શિક્ષક દ્વારા દેશમાં ત્રણ ત્રણ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે.
મૂળ કપડવંજના વતની અને હાલમાં વડોદરા સ્થાયી થયેલ સુનિલ બી પટેલે દરેક બરોડિયન ને ગૌરવ અપાવે એવું કાર્ય કર્યું છે હાલમાં ભારતમાં ૫૦ વર્ષ થી ઉપરના વય જૂથમાં સાયકલિસ્ટ ની લિસ્ટ માં તેમના નામે ત્રણ ત્રણ રેકોર્ડ છે જી હૉ. એક સાયકલિસ્ટ તરીકે ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા તેમજ ઝાંખિ બુક ઓફ રેકોર્ડ.
સર્વ પ્રથમ વાત કરીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં ૧૭૯ દિવસ દરરોજ ૫૦ કિલોમીટર સાયકલિંગ.
બીજો રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા માં દરરોજ ૫૦ કિલોમીટર સાયકલિંગ કરીને ૨૨૯ દિવસ સુધી સાયકલિંગ દ્વારા ૧૨૯૨૬ કિલોમીટર પૂરા કર્યા.
ત્રીજો રેકોર્ડ છે ઝાંખી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ( Jackhi Book of World Records) જેમાં ૫૦ કિલોમીટર ૨૧૪ દિવસ, ૧૦૦ કિલોમીટર ૫ દિવસ અને ૩૦/૪૦ કિલોમીટર ૨૯ દિવસ સાયકલ રાઇટ કરીને રેકોર્ડ બનાવ્યો છે.
સુનિલ પટેલ ને બચપનથી જ અભ્યાસની સાથે સાથે શારીરિક પ્રવૃત્તિઓ, રમત ગમત, સાહસિક પ્રવૃત્તિઓ માં ભાગ લેવા, એડવેન્ચર એક્ટિવિટી કરવી એમાં ખૂબ રસ હતો.
આગળ જતાં સ્વરક્ષણ માટે કરાટે ની કઠોર તાલીમ લીધી. તેઓ રાષ્ટ્રીય સ્તરના ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ કપડવંજમાં શ્રી માણેકલાલ દેસાઈ કિશોર મંદિર તેમજ એ.સી. શારદા મંદિરમાં વિદ્યાર્થીઓને સ્વરક્ષણ માટે કરાટે ની તાલીમ આપતા. આ ઉપરાંત તેઓ કપડવંજમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.
હાલમાં સુનિલ પટેલ આનંદ વિદ્યા વિહાર સ્કુલ, વડોદરા ખાતે વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓના પિતા શ્રી બચુભાઈ પટેલ ખુબ સારા સેવાનિષ્ઠ, સમાજસેવક હતા અને સેવાની ભાવના, પરોપકારના ગુણ સુનિલ પટેલ ને વારસાઈમાં મળ્યા છે તેથી જ તેઓ વડોદરામાં સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ઉનાળા ના વેકેશનમાં ઘરે ઘરે જઈને જુના પગરખા ઉઘરાવી ગરમીમાં તપતા, મજૂરી કરતા ગરીબ લોકોને તે પગરખા પહેરાવતા, બ્લડ ડોનેશન કેમ્પ, યુવાનોમાં વ્યસન મુક્તિ અભિયાન, સ્વચ્છ ભારત માટે સ્વચ્છતા અભિયાન, વૃક્ષા રોપણ કાર્યક્રમ, પર્યાવરણ માટે જાગૃતિ અભિયાન, વાઘ બચાવો અભિયાન, જંગલ બચાવો અભિયાન વગેરે જેવી સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ સમાજની અને દેશની સેવા કરતા રહ્યા છે. આ બધાની સાથે સાથે પોતાની શિક્ષક તરીકેની ફરજ ચુકતા નહીં અને આનંદ વિદ્યા વિહારના ખેલાડીઓને ખૂબ સારી રીતે તૈયાર કરતા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખેલકૂદમાં સારા એવા ખેલાડીઓ વિજેતા થતા રહ્યા છે. આ માટે પણ તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગ્લોબલ ટીચર એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
“હમ ફીટ તો ઇન્ડિયા ફીટ” ના સૂત્રને ધ્યાનમાં રાખીને કરોના કાળ પછી સ્વાસ્થ્યની જાળવણી માટે એકવાર જો સાઈકલના પેડલ માર્યા, તો પછી તે ચાલતા જ ગયા અને પર્યાવરણ બચાવવા નો ધ્યાન પણ સાથે સાથે પૂર્ણ થયો છે.
આ ઉપરાંત સુનિલ પટેલ માં એક વિશેષ ક્વોલિટી છે. તે છે, વાઘને ઓળખવાની જી હૉ, તેઓ વાઘ બચાવ અભિયાનમાં જંગલીઝ ગ્રુપ ઓફ ગુજરાત, ગાંધીનગર સાથે જોડાઈને રણથંભોર, સરિસ્કા અને બાંધવધઢમાં અનેક વખત કામ કરી ચૂક્યા છે, અને કરી રહ્યા છે. તેઓને વાઘ વિશે ખૂબ સારી જાણકારી છે.
અમદાવાદ ના તાહેર મદ્રાસવાળા ૧૯૮૭ થી ૧૯૯૭ સુધી સાયકલ પર વિશ્વ પ્રવાસ ખેડીને આવ્યા હતા. અહીં સુનિલ પટેલની સાયકલની આ સફર હજુ ચાલુ છે અને આવનાર સમયમાં વિશ્વ પ્રવાસ કરે કે ન કરે પણ ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જરૂર સામેલ થશે.

