Gujarat

બનાસકાંઠા પંથકમાં ગેરકાયદેસર કનેક્શન પુરવઠા વિભાગે કાપ્યા

પાલનપુર
ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સાથે સાથે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ છેક અંતરિયાળ વિસ્તારના ગામડાઓ સુધી પાઈપ લાઈન નાખી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી મળતા લોકો રાહત અનુભવી રહ્યા છે. જાેકે, કેટલાક શખ્સો આ પાઇપલાઇનમાં તોડફોડ કરી કાણા પાડી પાણીની ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા અને પાણી ચોરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે સુચના આપતા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૩૬૬ ગેરકાયદે કનેકશનો કાપી ૫૭ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અમીરગઢ ૦૪, ભાભર ૨૦, દાંતા ૦૭, દાંતીવાડા ૩૪, ડીસા ૩૭, દિયોદર ૨૩, ધાનેરા ૨૭, પાલનપુર ૧૭, સુઇગામ ૬૯, થરાદ ૫૨ અને વાવ ૭૬ મળી કુલ ૩૬૬ ગેરકાયદેસર પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. જ્યારે સૂઇગામ તાલુકાના ૯ થરાદના ૨૦ તેમજ વાવના ૨૮ મળી કુલ ૫૭ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ડી. એમ. બુબડીયાએ જણાવ્યું છે.બનાસકાંઠા જિલ્લામાં પ્રજાજનોને પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી પાઇપલાઇન નાંખવામાં આવી છે. જાેકે, કેટલાક શખ્સો આ પાઇપલાઇનમાં તોડફોડ કરી કાણા પાડી પાણીની ચોરી કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા અને પાણી ચોરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે સુચના આપતા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કડક કાર્યવાહી કરી ૩૬૬ ગેરકાયદે કનેકશનો કાપી ૫૭ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના પગલે પાણી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *