Gujarat

બોડેલીના પાટણા ગામ નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

બોડેલી તાલુકાના પાટણા ગામ પાસે સ્પીડ બ્રેકર આવતા કાર ટ્રેક્ટર માં ઘુસી અને સર્જાયો ગંભીર અકસ્માત
 બોડેલી ડભોઇ હાઈવે રોડ પર ઠેર ઠેર આવતા સ્પીડ બ્રેકર ને લઈને વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે બોડેલી તાલુકાના પાટણનાં પાસે હાઈવે પર સ્પીડ બ્રેકર આવતાં ટ્રેક્ટર ધીરુ પડતા પાછળથી આવતી કાર ધડાકાભેર ઘૂસી હતી બોડેલી થી લઈને ડભોઇ સુધી હાઈવે પર અસંખ્ય સ્પીડ બ્રેકર ને લઈને વાહનચાલકો દ્વારા અવાર-નવાર અકસ્માતના બનાવ બનતા હોય છે ત્યારે કાલે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો હાઈવે પર ચાલતી ગાડી અચાનક સ્પીડ બ્રેકર આવતાં બ્રેક મારવામાં અથવા ધીરી કરતા હોય છે ત્યારે હાઇવે પર અકસ્માત થવાની સંભાવના વધી જાય છે આવો જ એક બનાવ ગઈકાલે બન્યો હતો ટ્રેક્ટર દ્વારા સ્પીડ બ્રેકર આવતાં ટ્રેક્ટર ને બ્રેક મારતા પાછળથી આવી રહેલી કાર ટ્રેક્ટર માં ઘૂસી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220427-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *