બોડેલી પાસેથી ઓરસંગ નદી પસાર થાય છે ઓરસંગ નદી ઉપર નર્મદાની મેન કેનાલનું એકવાડેડ આવેલું છે જે વર્ષો પહેલા બનેલું હતું આ એક્વાડ ના પાયા પાસે ચોમાસાના પ્રથમ વરસાદથી ધોવાણ થયું છે
બોડેલીના ઓરસંગ એકવેડકટના ફાઇન્ડેશન રિસ્ટોરેશન બાંધકામનું ટેન્ડર કરોડો રૂપિયાનું હતું.બાંધકામ પૂર્ણ થઈ ગયું હતું.ત્યાર પછીના પહેલાજ ચોમાસામાં પહેલી જ વખત ઓરસંગ નદી આવી જેમાં આ બાંધકામ ભાંગીને ભુક્કો થઈ ગયું છે.જેમાં સરકારના કરોડો ₹ નો ખર્ચ કરી ગુણવત્તા યુક્ત બાંધકામ કરવાનું હતું ત્યાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી દાખવતાં આ ઘટના બની છે.કોન્ટ્રાકટર ની કામગીરી યોગ્ય રીતે થઇ રહી છે કે કેમ? તે અંગે થર્ડ પાર્ટી એજન્સી દેખરેખ રાખી રહી હતી.તેમની નિગરાની હેઠળ જ નબળું બાંધકામ કરવામાં આવ્યું હતું.આ સ્ટ્રક્ચર કોલાપ્સ થઈ જતાં સરકારની શાખ અને આબરૂ પર સવાલો થઇ રહ્યા છે.સરકારે યોગ્યતાના ધોરણે જ ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાના પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ગણાતો ઓરસંગ એકવેડકટ સલામત કરવા આ પ્રોજેકટ હાથ પર લીધો હતો.સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ ઉચ્ચ સ્તરીય કમિટિ દ્વારા આ અંગે તપાસ થવા માંગ કરી છે. આ બાંધકામ નબળા મટીરીયલ અને ગુણવત્તા વિહીન કામ અને કોન્ટ્રાકટરની બેદરકારીને લીધે તૂટી પડ્યું છે.જે અંગેના કેટલાક કારણો અત્રે રજૂ કર્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


