બોડેલી મદની હોસ્પિટલમાં રોશની યંગ સર્કલ ના યુવાનો દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ
તથા મદની હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકપ યોજવામાં આવ્યો હતો. હઝરત ઇમામ હુસૈનની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ૧૦૨ યુનીટ જેટલુ જંગી રક્તદાન થયુ હતુ આ રક્તદાન કેમ્પમાં બોડેલીના તમામ ધર્મના યુવાનોએ ઉત્સાહભેર પોતાનું રક્ત દાન કર્યું હતું.આ ઉપરાંત મહીલાઓ એ મોટી સંખ્યા મા રકતદાન કરયુ હતુ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં, પોતાનું રક્ત દાન કરી બીજા કોઈની જિંદગી બચે તે હેતુથી બોડેલીના યુવાનોએ એકતાપૂર્વક કેમ્પમાં ભાગ લીધો હતો જેથી રોશની યંગ સર્કલે તમામ રકતદાતાઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.
ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર


