Gujarat

બોડેલી ખાતે  જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ  નો સન્માન સમારોહ યોજાયો 

બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ  અને કાર્યકારી પ્રમુખ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો
જેમાં વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના  ચાલુ પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ત્યારે આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે જેમાં ત્રણ વિધાનસભાની સીટો આવેલી છે જે બે કોંગ્રેસ પાસે છે અને એક બીજેપી પાસે છે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી છે ત્યારે નવા પ્રમુખની વરણી થતાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના નવા પ્રમુખની વરણી થતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20220830140846.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *