આજરોજ અલિખેરવા હેલ્થ સબ સેન્ટર ,અલીખેરવા મુકામે અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી સાહેબ, વોર્ડ ના સભ્યશ્રી તથા ડોક્ટર સાહેબ તેમજ અલીખેરવા હેલ્થ ડિપાર્ટમેન્ટ ન ના તમામ સ્ટાફ દ્રારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું
જેનો મુખ્ય હેતુ વૃક્ષો મુખ્યત્વે પૃથ્વીની જીવનરેખા માનવામાં છે. વૃક્ષો પૃથ્વી અને તેના રહેવાસીઓને શ્વાસ લેવાની મંજૂરી આપે છે, તેવું જરૂરથી કહી શકાય. મનુષ્ય અને અન્ય જીવંત જીવોના જીવનચક્રને જાળવવામાં વૃક્ષો નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. વૃક્ષો વાતાવરણને શુદ્ધ કરે છે. તેઓ પ્રકાશસંશ્લેષણ માટે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું સેવન કરે છે અને આપણે શ્વાસ લેતા ઓક્સિજનને સેવન કરીયે છીએ.ઓક્સિજન નું મહત્વ કોરાના કાળ માં આપ સૌને ખબર છે જેથી આપ સહુને નમ્ર વિનંતી વૃક્ષો_વાવો_પર્યાવરણ_બચાવો’આગામી ચોમાસા દરમ્યાન એક વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અને આપના પોતાના પર એક ગર્વ અનુભવો એવા સ્લોગન સાથે બોડેલી તાલુકાની અલી ખેરવા ગ્રામ પંચાયત ના સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી પંચાયતના સભ્યો હેલ્થ વિભાગનો નો સ્ટાફ મેડિકલ વિભાગની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


