બોડેલી તાલુકાના મોરખલા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પાસેથી દારૂ ભરેલી આઇસર ટેમ્પો બોડેલી પોલીસ સે ઝડપ્યો હતો
બોડેલી પોલીસે ત્રણ લાખનો દારૂ ભરેલો ટેમ્પો અને કુલ ₹7,61 લાખનો મુદ્દાસર કબ્જે કર્યો
છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશની બોર્ડર પર હોવા થી ખૂબ મોટા પાયે દારૂની ઘૂસણખોરી થતી હોય છે ત્યારે આજે બોડેલી પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે બોડેલી તાલુકાના મોરખલા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પાસેથી દારૂ ભરેલી આઇસર ટેમ્પો પસાર થવાની બાતમી મળી હોય અને ડી વાય એસ પી એવી કાટકડ અને બોડેલી પીએસઆઇ સરવૈયા સહિત સ્ટાફ ત્યાં વોચમાં ઉભા હતા અને આઇસર ટેમ્પો આવતા તેને અટકાવ્યો હતો. આઇસર ટેમ્પો ચાલક સહિત અન્ય લોકો ફરાર થઈ ગયા હતા આઇસર ટેમ્પો ની તપાસ કરતા તેમાં વિસ્કી અને બિયરનો જથ્થો કુલ મુદ્દા માલ 7,61,000 નો મુદાબાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


