આજ રોજ કોટડા સાંગાણીના રામોદ ગામ ખાતે સેજામા પુણા સખી અને પુણા સહ સખી તાલીમ નું આયોજન કરવામાં આવેલ હતું.
જે અંતર્ગત આવેલ તમામ કિશોરીનું hb ટેસ્ટ, Bmi માપણી,તેમજ પુર્ણા શક્તિ માંથી બનતી વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવેલ,
મેડિકલ ઓફિસર શ્રી ગોહિલ સર દ્વારા કિશોરી ને મેન્સ્ટ્રુઅલ હાઈજીન વિશે તેમજ બાળ વિકાસ યોજના અધિકારી પૂજાબેન જોશી દ્વારા કિશોરી ને પોષણ વિષયક માર્ગદર્શન આપેલ હતું તેમજ મુખ્ય સેવિકા નીરૂબેન સબલા કીટ માંથી કિશોરી ને રમત રમાડી પોષણ વિષયક માર્ગદર્શન આપેલ હતું.જેમાં મોટી સંખ્યા માં કિશોરીઓ જોડાય હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


