Gujarat

બોડેલી માં શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે  શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠયા        

બોડેલી શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર બોડેલી સહિત તાલુકા ના શિવ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા
બોડેલી માં શ્રાવણ માસ અને તેમાં પણ ખાસ કરીને સોમવારે ભગવાનની પૂજાનું ખુબ જ મહત્વ રહેલું છે.. બોડેલી ના અજાલીયા મહાદવમંદિર ,ઢોકલીયા માં ચંદ્રેશ્વર મહાદેવ મંદિર તેમજ અલીખેરવા માં ગોપેશ્વર મહાદેવ, રણમુખતેશ્વર મહાદેવ મંદિર, કડીલા માં પાંચટેશ્વર ધામ નું શિવ મંદિર માં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો એ શિવાલય માં શિવલિંગ ને દૂધ, જળ નો અભિષેક કરી બીલીપત્ર, ફૂલ થી પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા. બોડેલી સહીત તાલુકા ના શિવાલયો હર હર મહાદેવ, ૐ નમઃ સિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા . શ્રાવણ માસ નો મહિનો ભગવાન શિવ ને અત્યંત પ્રિય હોવાથી આખો મહિનો ભક્તો દ્વારા શિવ ની આરાધના કરવામાં આવે છે.દેવ પોઢી એકાદશી પછી શરૂ થતા ચતુમાશ નો  પેહલો મહિનો  શ્ર્રવણ માસ હોવાથી  શિવ ભક્તો ભક્તિ માં લિન બને છે બોડેલી સહીત તાલુકા માં સંપૂર્ણ શ્રાવન માસ દરમિયાન ભક્તો શિવજી ની પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત  કરશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220803-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *