Gujarat

ભરૂચના વેજલપુરના મુખ્ય માર્ગનું સમારકામ કરવા રજૂઆત કરાઈ

ભરૂચ
ભરૂચ વેજલપુરના સ્થાનિકોએ પાલિકા તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ખાડામાં ગયેલા માર્ગોને લઈ આક્રોશ ઠાલવ્યો છે. તેઓએ બિસ્માર રસ્તાને લઈ તેનું સમારકામ કરવાની માગ સાથે રજૂઆત કરી છે. માર્ગો ઉપર ખાડા વચ્ચે રસ્તો શોધવો પડે તેવી હાલત અંગે આક્રોશ વ્યક્ત કરી વેજલપુરમાં પાલિકા તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ધ્યાન આપે તેવી ટકોર પણ કરાઈ છે. ખાડે ગયેલા રસ્તાના કારણે વાહનોને નુકસાની સાથે સ્થાનિકોને હાલાકી સહન કરવી પડતી હોય લોકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે.ભરૂચના વેજલપુરમાં મુખ્ય માર્ગો ઉપર દર ચોમાસામાં ખાડાઓ પડી જાય છે. આ વખતે પણ ખાડાઓ પડ્યા હતા. જાેકે, પાલિકાએ આ ખાડા પુર્યા બાદ હતી એ જ સ્થિતિ જાેવા મળી રહી છે. જેથી તંત્ર અને પાલિકા વિશેષ ધ્યાન આપે તેવી લાગણી સાથે સ્થાનિકોએ રસ્તાનું સમારકામ કરવા રજૂઆત કરી છે.

File-02-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *