અચોક્કસ મુદતની હડતાલની ચીમકી સાથે છોટાઉદેપુર મહેસુલી કર્મચારીઓ માસ સીએલ ઉપર જતાં કામગીરી ઠપ
અચોક્કસ મુદતની હડતાલની ચીમકી સાથે છોટાઉદેપુર મહેસૂલી કર્મચારીઓ માસ સી.એલ પર ઉત્તરી પડતાં કામગીરી ઠપ્પ થઈ જવા પામેલ હતી. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરજણ મામલતદાર સહિતના કર્મચારીઓ સાથે કરેલા અશોભનીય વર્તનના વિરોધમાં મામલતદાર સહિત તમામ મહેસૂલી કર્મચારીઓ એક દિવસની માસ સી.એલ પર ઉતરતા મહેસૂલી કામગીરી ઠપ્પ થઈ જતાં અરજદારો અટવાયા હતા. કરજણના મામલતદારને ડમ્પર ચાલક બાઇકને અડફેટમાં લેતા એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજયા હતા. જેને લઈને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ ઘટનાસ્થળે જઈને રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો અને ગેરકાયદેસર રેતી ખનનને લઈને કરજણના મામલતદાર અને સર્કલને ગાળો આપી અશોભનીય વર્તન
કરાતા તેના પડઘાં સમગ્ર રાજ્યમાં પડઘા હતા. ગુજરાતના કર્મચારીઓ અને મામલતદારોના મંડળ દ્વારા અપાયેલ આદેશ મુજબ સમગ્ર ગુજરાતના મામલતદારો એક દિવસની માસ સી.એલ પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં છોટાઉદેપુર
મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ માસ સી.એલ પર જઈ મનસુખ વસાવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને જો તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્ય મંડળ દ્વારા કરેલા આદેશ અનુસાર અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવાનું પણ એલાન કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


