મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના પાણીયારા તાબે ભાટેરા ના જવાન નિવૃત્ત થઈ પોતાના વતન આવેલ ત્યારે તેમના સન્માનમાં ભવ્ય સન્માન યાત્રા યોજવામાં આવી હતી સમ્માન યાત્રા માં ભાટેરા પાટિયા થી પાણીયારા ગામ સુધી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તેઓ વર્ષ ૨૦૦૫ માં આર્મી જોડાયા હતા જ્યારે વર્ષ ૨૦૨૨ માં નિવૃત થયા આમ સોઢા પરમાર બાબુભાઈએ ૧૭ વર્ષ સુધી આર્મીમાં પંજાબ ,જમ્મુ કશ્મીર જેવી પોસ્ટ માં ફરજ બજાવી હતી.

