વિઓ: ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની બદી સદતર નેસ્ત નાબુદ કરવા જીલ્લાની તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃત્તિ-હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ
જે અનુસંઘાને એવી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એ એન પરમાર ઈન્ચા પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પોટીયા ગામ તરફથી મોટર સાયકલનો ચાલક દુરથી પોલીસ માણસોને જોઇ જતાં પોતાની મોટર સાયકલ બાજુમાં નાખી દઇ ભાગી ગયેલ સદરી મો.સા.ની તપાસ કરતાં વિમલનો થેલો જોતાં તેમાં (૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલ રોયલ સીલેક્ટ ડિલક્ષ વ્હીસ્કી માર્કાવાળા પ્લાસ્ટીકનાં ૭૫૦ મિલીના વ્હોલ નંગ-૩૬ જેની કિમંત રૂપીયા-૧૮,૯૦૦- તથા (ર) લંડન પાઇડ પ્રીમીયમ હીસ્કી માર્કાવાળી કચની ૧૮૦ મીલીના ક્વાર્ટરીયા નંગ-૪૪ જેની કિંમત રૂ ૬,૫૫૬ મળી કુલ નંગ-૮૦ બોટલો તથા કાચનો ક્વાર્ટરીયા મળી આવેલ જેની કુલ કિંમત રૂ.૨૫,૪૫૬/- તથા પ્રોહી મુદ્દામાલ હેરફેરમાં ઉપયોગમાં લીધેલ બજાજ કંપનીની પલ્સર ૧૮૦ સીસી મોટર સાયકલ જેનો રજી.નં. GJ-06-FN-5692 ની આશરે કિં.રૂ.૪૨,૦૦૦/-મળી કુલ કિંમત રૂ.૬૭,૪૫૬ નો પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


