ભાવનગર
શહેરના એક નિવૃત્ત વૃદ્ધાની માલિકીની જમીનના બનાવટી દસ્તાવેજના આધારે બારોબાર વેચી દેનાર મહિલા તથા તેના મળતીયાઓ વિરૂધ્ધ વૃધ્ધ મહિલાએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. માળીના ટેકરા વિસ્તારમાં રહેતા ગૌરીબેન ડાયાભાઈ ધોળકિયા નામના વૃદ્ધાએ વરતેજ પોલીસ મથકમાં ક્રિષ્નાબા કનુભા ગોહિલ (રહે. ચામુંડા સોસાયટી, ચિત્રા) તથા તેના મળતીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, શામપરા સિદસર ગામે સર્વે નં. ૨૩/૧ પૈકી ૧૧ની ખેતીની આશરે ૧૨ વીઘા ખેતીની જમીનના સ્ટેમ્પ પેપર પર ખોટું વેચાણ સાડાખત તૈયાર કરી વેચનાર કરી તરીકે તેમનું નામ દર્શાવી તેમના નામે ખોટી સહી કરી ખોટા સાક્ષી ઉભા કરી ઠગાઈ કરવાના હેતુથી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બનાવટી દસ્તાવેજ તૈયાર કરી બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યો છે. આ અંગે વરતેજ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
