બાબરા ટાઉનમાં રાજકોટ – ભાવનગર હાઇવે રોડ ઉપરથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરેલ ટેન્કર ટૂંક પસાર થવાનો છે તેવી હકીકત આધારે એક ઇસમને ૨૧,૩૭૫ લીટર બાયોડીઝલ તથા ટેન્કર ટૂંક સહિત કુલ કિ.રૂ.૧૯,૭૮,૫૨૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ*
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બાયોડીઝલનું ગેરકાયદેસર સંગ્રહ, વેચાણ અને હેર-ફેર કરતાં ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બાયોડીઝલની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી, બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન રાજકોટ – ભાવનગર રોડ ઉપરથી એક ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલ ટ્રક પસાર થવાનો છે તેવી હકીકત આધારે બાબરા ટાઉનમાં નવા સર્કીટ હાઉસની સામેથી ટેન્કર ટ્રક રજી. નંબર GJ-12-AT-5433 માં અનઅધિકૃત બાયોડીઝલ ૨૧,૩૭૫ લીટર સાથે એક ઇસમને પકડી પાડવામાં આવેલ આ પકડાયેલ ઇસમ તથા અનઅધિકૃત બાયોડીઝલ ભરેલ ટેન્કર ટ્રકને આગળની કાર્યવાહી થવા સારૂ તાલુકા એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી, બાબરા નાઓને સોંપી આપવામાં આવેલ છે.
*- પકડાયેલ ઇસમ
સોહનલાલ જોધારામ વૈષ્ણવ, ઉ.વ.૩૦, રહે.૪૬, ખીલોરીયાકી ઢાણીયા, કાતરલા, તા.ધોરીમના, જિ.બાડમેર,રાજસ્થાન
*- પકડાયેલ મુદ્દામાલઃ
બાયોડીઝલ ૨૧,૩૭૫ લીટર જેની કિ.રૂ.૧૦,૭૮,૫૨૮/- તથા ટેન્કર ટ્રક રજી. નંબર GJ-12-AT-5433. કિ.રૂ.૯,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧૯,૭૮,૫૨૮/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


