Gujarat

ભુજના વેપારી પાસેથી ૩ લાખના દાગીના અને રોકડ ભરેલી થેલી લઈ ચોર ફરાર

ભુજ
ભુજ શહેરના પ્રમુખસ્વામી નગરના બીજા ગેટ પાસે હનુમાનજી મંદિરના પાછળના ભાગે ફરિયાદી કાંતિલાલ શિવજી તન્ના (ઠકકર) પોતાની એક્ટિવા સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમના સ્કૂટર સાથે બુકાનીધારી બે ઈસમોએ બાઈક ટકરાવી જીભાજાેડી કરીને એક્ટિવના આગળના ભાગે લટકાવેલી થેલી જેમાં રહેલા રૂ. ૧ લાખ ૮૦ હજારના સોનાના ઘરેણાં અને સોનાનો ભંગાર તથા રૂ. ૨૭ હજારની કિંમતના ચાંદીના દાગીના અને ભંગાર મળી કુલ રૂ. ૨. ૭ લાખની કિંમતની લૂંટ ચલાવી રાત્રીના અંધકારનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. પોલીસે ચિલઝડપનો ગુન્હો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવા સાથે આગળની તપાસ હાથ ધરી છેભુજ શહેરની દક્ષિણ દિશાએ વસેલા પ્રમુખસ્વામી નગરમાં આવેલા ઓધવ એવન્યુ-૨માં રહેતા સોની વેપારી ગતરાત્રીના પોતાના ઘર તરફ જતા હતા ત્યારે તેમની એક્ટિવા સાથે બાઈક ટકરાવી બે અજાણ્યા શખ્સોએ કિંમતી ઘરેણાં રાખેલી થેલીની ચિલઝડપ કરીને નાસી ગયાની સનીસનીખેજ ઘટનાની પોલીસ ફરીયાદ એ ડિવિઝન મથકે નોંધાઇ છે.

Two-persons-fled-in-a-hurry.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *