Gujarat

મંત્રી પૂર્ણેશ મોદીએ વડોદરાથી વલસાડ સુધી હાઈવેનું નિરિક્ષણ કર્યું

અંકલેશ્વર
ભરૂચ હાઇવે હંમેશા મુંબઈ-અમદાવાદ અને દિલ્હી વચ્ચે ૪૦ હજારથી વધુ વાહન ચાલકો માટે વેદના સમાન રહ્યો છે. જેમાં જૂનો સરદાર બ્રિજ, ભૂખી ખાડી, નવો સરદાર બ્રિજ, ટોલ ટેક્ષના માર્ગે પડેલા ખાડા કે હાલ ખરોડ ફલાય ઓવરની કામગીરીને લઈ સર્જાતો ૨૦થી ૨૫ કિલોમીટરનો ટ્રાફિકજામ વાહન ચાલકોને ટોલ ચૂકવવા છતાં યાતના સિવાય કંઈ જ મળ્યું નથી. ચોમાસામાં આ બધી સમસ્યા વચ્ચે હાઇવે ઉપર ઠેર ઠેર પડેલા ખાડા વાહનો માટે વધુ પરેશાનીઓ સર્જી દે છે. ત્યારે હાલ અંકલેશ્વરની ખરોડ ચોકડી ઉપર ટ્રાફિક જામ હલ કરવા માટે સોમવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ખરોડ ચોકડી આવી સ્થળ મુલાકાત લીધી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને રોડનું કામ ઝડપી ગતિએ ચાલે તેમજ સર્વિસ રોડ પણ તાત્કાલિક અસરથી બનાવી દઈ ટ્રાફિકની સમસ્યા હલ કરવાના સૂચન નિર્દોષો આપ્યા હતા. તેમની સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુરજકુમાર સીંગ.પ્રોજેક્ટ ડાયરેક્ટર રાહુલ જલન, દિલીપસિંહ બોરાદરા તેમજ અન્ય હાઇવેના અધિકારીઓ હાજર રહ્યા હતા. ટ્રાફિક સમસ્યા હલ થાય એ અત્યંત જરૂરી બની રહ્યું છે.હવે હજારો વાહન ચાલકોની હાઈવેની સમસ્યા ક્યારે હલ થાય છે તે જાેવું રહ્યું.ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ વડોદરાથી વલસાડ સુધી હાઇવેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમની સાથેના અધિકારીઓને માર્ગને તાત્કાલિક દુરસ્ત કરવાના નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશો આપ્યા હતા.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *