Gujarat

મતદાન મથકો ખાતે તા.૨૧, ૨૮ ઓગસ્ટ અને તા.૪ અને ૧૧ સપ્ટે.ને રવિવારના ખાસ ઝુંબેશ યોજાશે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર જૂનાગઢ જિલ્લામાં તા.૧/૧૦/૨૦૨૨ની લાયકાતની તારીખ સંદર્ભે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અનુસાર હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨/૮/૨૦૨૨ થી તા.૧૧/૯/૨૦૨૨ નિયત કરવામાં આવ્યો છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્વ તા.૧૨/૮/૨૦૨૨ના રોજ કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોમાં તા.૧૨/૮/૨૦૨૨ના રોજથી શરૂ થનાર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.૨૧/૮/૨૦૨૨(રવિવાર), તા.૨૮/૮/૨૦૨૨(રવિવાર), ૦૪/૯/૨૦૨૨ (રવિવાર) અને તા.૧૧/૯/૨૦૨૨ (રવિવાર)ના દિવસોએ ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવા આવશે. જૂનાગઢ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારમાં ઝુંબેશના દિવસોએ નિમાયેલ બુથ લેવલ ઓફીસર દ્વારા સવારે ૧૦ કલાકથી સાંજે ૫ કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને મતદાર નોંધણી અંગે ફોમર્સ સ્વીકારવા સાથે મુસદ્દામાંથી મતદારની વિગતો ચકાસીને ક્ષતિ હોય તો શોધી, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને ધ્યાને રાખી તા.૧/૧૦/૨૦૨૨ની લાયકાતની મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જિલ્લાનો કોઇપણ નાગરિક મતદાર નોંધણીથી વંચિત રહી ન જાય તથા તમામ ૧૮-૧૯ વયના યુવા મતદારોનો મતદારયાદીમાં સમાવેશ સુનિશ્વિત કરી શકાય તે અંગે ખાસ ઝુંબેશ અન્વયે મતદાર જાગૃતિ તથા કેળવણી હેઠળ જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તાર તથા શહેરી વિસ્તારમાં મતદાર જાગૃતિ અંગેના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજ અને નાયબ  જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રિના ચૌધરીની યાદીમાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *