Gujarat

મહિલાઓને  વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

 ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન આઈસીડીએસ  વંથલી ઘટક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આઇસીડીએસની ટીમ દ્વારા મહિલાઓને સરકારશ્રીની અલગ અલગ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા, પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુક, કારોબારી સમિતિના ચેરમેનશ્રી કંચનબેન દઢાણિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષશ્રી લાભુબેન ગુજરાતી, આઈસીડીએસ  શાખા પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈ, વંથલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી લક્ષ્મીબેન મૈતર, ૧૮૧ અભયમના પ્રિયંકાબેન, નારી અદાલતના કો-ઓર્ડીનેટર કિરણબેન, મંડળના પ્રમુખશ્રી શારદાબેન રાખોલીયા, વંથલી તાલુકાના મામલતદારશ્રી ડી.જે. જાડેજા, મુકેશભાઈ ઠુંમર, અરજણભાઈ દીવરાણીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સંમેલનમાં સ્વાગત, આભાર દર્શન તેમજ કાર્યક્રમ સંચાલન વંથલી આઈસીડીએસના સીડીપીઓશ્રી કંચનબેન પટોળીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.

Nari-Samel-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *