વંથલીમાં વૃક્ષ વાવેતર અને સંવર્ધનના સંદેશ સાથે ૭૩મો તાલુકાકક્ષાનો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સાથે ૭૦૦૦ જેટલા વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું
વંથલીના સ્વ. શ્રી પુંજાભાઈ મહિદાસભાઈ ચાંગેલા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમ ખાતે ૭૩માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ઘનિષ્ઠ વૃક્ષ વાવેતર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવશે.
સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ હેઠળ સમાવિષ્ટ વંથલીમાં ઓક્સિજન રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રથના મારફતે રોગ પ્રતિકારકતા વર્ધક રોપાઓનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મૈતર, ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ ઠુમર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કાબા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એલ.એચ સુત્રેજા, મામલતદાર શ્રી ડી.જે. જાડેજા, વિકાસ અધિકારી શ્રી પી. એલ. વાઘાણી, જિલ્લાના રાષ્ટ્રીય અંધજન મંડળના પ્રમુખશ્રી બળદેવસિંહ સરવૈયા સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહેશે.


