નિસાર શેખ,મહુધા
નડિયાદ એલસીબી પોલીસને મળેલી બાતમી ના આધારે મહુધા પોલીસ સ્ટેશનના હદના ખુંટજ ગામના મલેકપુરા વિસ્તારમાં રહેતો અઝરુદ્દીન ઉર્ફે અજો યુનીસભાઇ મલેક પોતે મલેકપુરા-રાઠોડપુરા તરફ જવાના રસ્તા પર વિદેશી દારૂનો વેપલો કરે છે. આથી પોલીસે ગતરાત્રે અઝરુદ્દીનના મકાનમાં દરોડો પાડ્યો હતો.પોલીસે આ દરોડામાં ખાટલા પર આરામ ફરમાવતા અઝરુદ્દીન ઉર્ફે અજા મલેકને સ્થળ પરથી ઝડપી લીધો હતો. જ્યાં તેણે છુપાવેલો ઈંગ્લિશ દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. જેની ગણતરી કરતાં ઈંગ્લિશ દારૂની બોટલ નંગ 288 તથા બીયર ટીન નંગ 2040 મળી કુલ રૂપિયા 3 લાખ 19 હજાર 200નો વિદેશી દારૂ ઝડપાયો હતો. જ્યારે પકડાયેલા અઝરુદ્દીન પાસેથી એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 3 લાખ 24 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે અઝરુદ્દીન ઉર્ફે અજા મલેકની પુછતાછ કરતાં અન્ય 4 બુટલેગરોના નામ ખુલ્યા છે. જેમાં પોલીસની પુછપરછ દરમિયાન પકડાયેલા આરોપીએ આ દારૂનો જથ્થો ઈરફાન ઉર્ફે ગટીયો કાલુમીંયા મલેક, સાજીદ મહેબુબ મલેક, સાજીદ હશીનભાઈ મલેક (તમામ રહે. ખુંટજ, તા. મહુધા) અને મહંમદ ઓવેસ (રહે. અમદાવાદ) મૂકી ગયા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. આમ એલસીબી પોલીસે 5 વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


