Maharashtra

નેચરલ ગેસ ઓપ્શનમાં કામકાજના પ્રારંભના દિવસે 7,51,250 એમએમબીટીયૂનું વોલ્યુમ

સોનાના વાયદાના ભાવમાં રૂ.127 અને ચાંદીમાં રૂ.333ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં સીમિત સુધારોઃ કપાસ, કોટન, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક વધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 45 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 143 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 50 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,05,351 સોદાઓમાં કુલ રૂ.9,348.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 45 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 143 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 50 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 27,172 સોદાઓમાં રૂ.2,617.60 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. નેચરલ ગેસના નવા શરૂ થયેલા ઓપ્શન્સના કોલ અને પુટ ઓપ્શન્સમાં કામકાજના પ્રારંભના દિવસે 497 સોદાઓમાં રૂ.24.86 કરોડનાં 7,51,250 એમએમબીટીયૂનું નોંધપાત્ર વોલ્યુમ પ્રથમ સત્રનાં અંતે નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 6,67,500 એમએમબીટીયૂનો રહ્યો હતો. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.276.30 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25.43 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,287.03 કરોડનાં કામકાજ થયાં હતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3.98 કરોડનાં કામકાજ થયાં હતાં.

કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 34,754 સોદાઓમાં કુલ રૂ.2,243.99 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,835ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,965 અને નીચામાં રૂ.47,803 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.127 વધી રૂ.47,905ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.49 વધી રૂ.38,489 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.4,790ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,666 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,060 અને નીચામાં રૂ.61,652 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.333 વધી રૂ.61,936 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.324 વધી રૂ.62,211 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.313 વધી રૂ.62,211 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 11,754 સોદાઓમાં રૂ.2,247.36 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.60 ઘટી રૂ.234.45 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.288ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.35 ઘટી રૂ.739.85 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.3 વધી રૂ.1,635.80 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.189ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 28,933 સોદાઓમાં કુલ રૂ.1,954.63 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,233ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,285 અને નીચામાં રૂ.6,215 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.8 વધી રૂ.6,226 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.318.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 1,370 સોદાઓમાં રૂ.165.50 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.4.50 વધી રૂ.2,000 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,350 અને નીચામાં રૂ.16,150 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.48 વધી રૂ.16,303ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.50 વધી રૂ.993.60 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.110 વધી રૂ.35,550 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 6,928 સોદાઓમાં રૂ.1,129.85 કરોડનાં 2,357.522 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 27,826 સોદાઓમાં કુલ રૂ.1,114.14 કરોડનાં 179.617 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,540 સોદાઓમાં રૂ.944.79 કરોડનાં 15,17,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 18,393 સોદાઓમાં રૂ.1,009.84 કરોડનાં 3,19,28,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.04 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 1,151 સોદાઓમાં રૂ.156.89 કરોડનાં 43925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 203 સોદાઓમાં રૂ.8.31 કરોડનાં 83.16 ટન, રબરના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.26 કરોડનાં 16 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 15,235.635 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 659.282 ટન, એલ્યુમિનિયમમાં 12,845 ટન, જસત વાયદામાં 8,740 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 13,897.500 ટન, નિકલ વાયદામાં 6,166.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,105 ટન, ક્રૂડ તેલમાં 13,10,800 બેરલ અને નેચરલ ગેસમાં 1,25,41,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 185950 ગાંસડી, મેન્થા તેલમાં 423.36 ટન, રબરમાં 120 ટન, સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1,368 સોદાઓમાં રૂ.119.56 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 441 સોદાઓમાં રૂ.34.16 કરોડનાં 485 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 778 સોદાઓમાં રૂ.72.01 કરોડનાં 818 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,673 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,458 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 14,068ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,103 અને નીચામાં 14,058ના સ્તરને સ્પર્શી, 45 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 33 પોઈન્ટ વધી 14,085ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,650ના સ્તરે ખૂલી, 143 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 12 પોઈન્ટ ઘટી 17,578ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 6,270ના સ્તરે ખૂલી, 50 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 31 પોઈન્ટ વધી 6,254ના સ્તરે રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *