નિસાર શેખ,મહુધા
રાજીવ ગાંધી ની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે મહુધા શહેર તેમજ મહુધા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહુધા એસ.ટી.બસ સ્ટેન્ડ પર વિનામૂલ્યે મસાલા છાસ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એસ.ટી.બસ નાં ડ્રાઈવર , કંડકટર , મહુધા એસ.ટી.બસ સ્ટેન્ડ નાં કર્મચારીઓ , રાહદારીઓ તેમજ એસ.ટી.બસ માં બેઠેલાં મુસાફરો એ મસાલા છાસ આપવામાં આવી હતી તે પ્રસંગે ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ સિકંદર ભાઈ મલેક , મહુધા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ભોજાણી , ફિણાવ નાં સરપંચ ઉત્પલ સિંહ , મહુધા તાલુકા કોંગ્રેસ લધુમતી પ્રમુખ ઝાકીર મિયાં મલેક , મહુધા નગરપાલિકા ઉપ પ્રમુખ સાહિદખાન પઠાણ ( એડવોકેટ ) , મહુધા શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરશાદ અલી મલેક ( શકિત ભાઈ ) તેમજ કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.


