નિસાર શેખ,મહુધા
આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મહુધા માં ખેડા જિલ્લા સહકારી સંઘ નડિયાદ ના સહયોગથી યુવક સહકારી તાલીમ વર્ગ નું આયોજન તા.૧૭/૧/ ૨૦૨૨ થી ૨૨/૧/૨૦૨૨ દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં કોલેજની ૪૦ બહેનો અને ૪૦ ભાઈઓ ને સહકારી શિક્ષણ વિષય અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેમાં ખેડા જિલ્લા સહકારી સંઘ નડિયાદ તરફથી પ્રોફેસર ઉદેસિંહ વાધેલા, શ્રી અક્ષય ભાઈ ઝાલા, શ્રી હર્ષાબેન ઝાલા દ્વારા કોલેજના તાલીમ આર્થીઓને,સહકાર નો ઉદભવ,સહકાર નો વિકાસ, ગુજરાત દુધ ઉત્પાદક સ.મે.લી નો વિકાસ તથા ખેડા જિલ્લા દૂધ ઉ.સધ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મહુધા કોલેજનો સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા


