Gujarat

મહુવાના ગામે ઓનલાઈન ગેમના ચક્કરમાં યુવકે ફાંસો ખાઈ લેતા ચકચાર

મહુવા
મહુવા તાલુકાના ધામખડી ખાતે રહેતા અંકિતકુમાર જીવણભાઈ પટેલ (ઉં-૨૪) મોબાઈલ ઉપર રમી નામની ગેમ રમતા હોય જેમાં તેમનું દેવું થઈ જતા ચિંતામાં આવી પોતાની જાતે ઘરની પજારીના છતના ભાગે આવેલ લાકડા ઉપર ઓઢણીનો ગાળો બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પરિવારના વહાલસોયા દીકરા ઓનલાઈન ગેમના ચક્કરમાં જીવ ગુમાવ્યો છે. જુવાનજાેધ દીકરો ગુમાવતા આખો પરિવાર ઘેરા શોકમાં ગરક થયો છે. ત્યારે આ બનાવ પરથી અન્ય વાલીઓએ સંતાન માટે ચેતવાની જરૂર છે.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મહુવા તાલુકાના ધામખડી ગામે રહેતા ૨૪ વર્ષીય યુવાને ઓનલાઈન ગેમના ચક્કરમાં દેવું વધી જતાં ચિંતામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

The-24-year-old-got-trapped-in-the-circle-of-the-game.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *