Gujarat

મહેમદાવાદની ગર્ભવતી સાસરીયાના ત્રાસથી પોલીસના શરણે આવી

નડિયાદ
મહેમદાવાદ તાલુકાના એક ગામે રહેતી ૩૩ વર્ષિય યુવતીના લગ્ન અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામે રહેતા યુવાન સાથે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાની સાસરીમાં સ્ત્રીધન લઈ ગઈ હતી. શરૂઆતના સમયમાં પરિણીતાને તેના સાસરીયાંઓ સારી રીતે બોલાવતા હતાં. બાદમા ઘરના કામકાજ બાબતે વાંક કાઢી અપશબ્દો બોલી તેણીની સાથે ઝઘડો કરતા હતા. ઉપરાંત તારા પિતા ભીખારી છે, દહેજમાં કંઇ આપ્યું નથી તેમ કહી મહેણાં-ટોણાં મારી તેણીના પતિને ચઢામણી કરતા હતા. તેમજ અવારનવાર મારઝુડ કરી તેણીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. આ વચ્ચે પરિણીતાને સારા દિવસો રહેતા હાલ પરિણીતા ગર્ભવતી છે. ગત રક્ષાબંધનથી પરિણીતાને તેણીનો પતિ સાસરી ખાતે મૂકી આવ્યો હતો. જેથી આજદિન સુધી તેણીને તેડવા નહી આવતા કે તેણીનો સારવારનો ખર્ચ પણ ન ઉઠાવતાં આ મામલે પીડિતાનાં માતા-પિતાએ પણ સાસરીમાં જઈને સમજાવતાં તેમને પણ અપમાનિત કરી કાઢી મૂક્યાં હતાં. આથી ગર્ભવતી પરિણીતાએ આ મામલે ન્યાય મેળવવા મહેમદાવાદ પોલીસના દ્વારા ખખડાવ્યા છે. આ અંગે પીડિતાએ પોતાના પતિ હાર્દિક રજનીકાંત પટેલ, સસરા રજનીકાંત હરીકૃષ્ણ પટેલ, જેઠ ધીમેશ પટેલ, જેઠાણી ભાવિકા પટેલ, કાકા સસરા જયેશ પટેલ, કાકી સાસુ સ્મિતા પટેલ (તમામ રહે.જેતલપુર, તા.દસક્રોઈ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮(એ), ૩૨૩, ૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.દહેજના કંકાસે લગ્ન જીવનમાં ભંગાણ પાડતા મહેમદાવાદ પંથકની પરિણીતા બેબાકળી? બની છે. ગર્ભવતી પરિણીતાને સાસરીયાંઓએ તરછોડતાં ન્યાય મેળવવા માટે પરિણીતાએ પોતાના પિયર મહેમદાવાદમાં આવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોતાના પતિ, સસરા, જેઠ, જેઠાણી, કાકા સસરા અને કાકી સાસુ મળી કુલ ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *