રાજકોટ
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટ શહેરનાં આગેવાન, સિનિયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ.એમ. પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ, અતુલભાઈ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપનાં જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પથકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’નાં નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. આ પોજેક્ટમાં મહેન્દ્ર કેશવલાલ ફળદુએ પોતાનાં નામે, તેમનાં સગા-વ્હાલાનાં નામે આશરે ૪૮૦૦૦ ચારસ વાર જમીન વર્ષ ૨૦૦૭માં બૂક કરી હતી. તે જ રીતે તેનાં નાના ભાઈ રમેશ કેશવલાલ ફળદુ, શૈલેષ કેશવલાલ ફળદુ, તેનાં કાકા વિનયકાંત ટી. ફળદુ સહિતનાં અન્ય લોકોએ આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્ર ફળદુ મા૨ફતે બૂક કરાવી હતી અને તેનું પેમેન્ટ પણ વર્ષ ૨૦૦૭માં જ કરી આપ્યું છે. આ રકમ આશરે ત્રણ કરોડથી વધારે થાય છે. આ ૨કમ પણ વર્ષ ૨૦૦૭માં જ કંપનીમાં જમા કરાવી હતી. આ બાબતે કંપની, કંપનીના ભાગીદારો સાથે ઘણા સમયથી વાદ-વિવાદો ચાલતાં હતાં, કંપનીવતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતા, તેઓએ રોકાણકારોને યોગ્ય રકમ, મધ્યસ્થી કહે તેવી રકમ કંપનીને ચૂકવી હિસાબ પૂર્ણ કરવા પ્રયત્ન કરતાં હતાં, બુકિંગ સમયે કંપનીએ જણાવ્યું હતું કે, ડેવલોપમેન્ટ સાથેની જમીનનાં વેચાણ દસ્તાવેજાે કરી આપવા માટે કંપનીને તથા તેનાં ડાયરેક્ટરોને ખૂબ જ વિનંતીઓ કરી હતી. પરંતુ તેમાં મહેન્દ્ર ફળદુને કોઈ સફળતા મળી નહી, કંપનીના ડાયરેક્ટરો સમાધાનને બદલે અવાર નવાર ધમકીઓ આપતાં હતાં, એમ. એમ. પટેલ અને તેમનાં પુત્ર પક્ષીન મનસુખભાઈ સુરેજા, અતુલભાઈ મહેતાએ આ અંગે ખોટા કારણો ઉભા કરીને પોલીસ ફરિયાદો પણ કરી હતી. આમ કરીને બિલ્ડર રોકાણકારો ઉપર પોલીસ મારફતે ધમકીઓ આપતાં હતાં અને કંપનીના ડાયરેક્ટરો વિશેષમાં એવું પણ કહેતા હતાં કે, અમારે રાજકીય લોકો સાથે સંબંધ છે. મંત્રીઓ અમારા ભાગીદાર છે. રાજકીય આગેવાનો, સંસદ સભ્યો અમારી ઓફિસમાં બેસે છે અને તેમના કાર્યાલયો પણ અમારી જગ્યામાં છે, તે અમારા માણસો છે. અમારૂ કોઈ કંઈ કરી લેશે નહીં. આઈએએસ, આઈપીએસ ઓફિસરો અમારે ત્યાં આવે છે, સારો ઘરોબો છે સતતને સતત ધમકીઓ આપતાં રહે છે. આમ કરીને માતબર રકમની જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજાે નહીં કરી આપતાં હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને તે દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાની સાથે જ તેમના મિત્ર વર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયા હતા અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરી છે. સુસાઈડ નોટરૂપી પ્રેસ નોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને લખ્યું છે કે, મારી ૩૩ કરોડની મિલકતના દસ્તાવેજાે કરી આપતા નથી. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટરૂપી પ્રેસનોટ લખી હતી જે દરેક અખબારોમાં મોકલી હતી. આ પ્રેસ નોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું જણાવ્યું છે. સાથે જ અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ , અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
