Gujarat

મહેસાણાના સૂંઢિયા ગામની શાળાને ગ્રામજનોએ તાળાં માર્યા

મહેસાણા
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર નજીકના સૂંઢિયા ગામમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય રાજેન્દ્ર લવજીભાઈ ચૌધરીની બદલીની માગ સાથે ગામલોકોએ શાળાને તાળાં મારી દીધાં હતાં. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, શાળામાં જે વ્યવસ્થા છે એ ખોરવાઈ ગઈ છે. એ ગ્રેડમાં ચાલતી શાળા સી ગ્રેડમાં આવી ગઈ છે. આચાર્ય દ્વારા સરકારમાંથી આવતી ગ્રાન્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. વાલીઓને ગેરમાર્ગે દોરી હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારી માગ છે કે તાત્કાલિક આચાર્યની બદલી કરવામાં આવે. આચાર્ય રાજેન્દ્ર ચૌધરી છેલ્લાં ૯ વર્ષથી કાર્યરત હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. આ આચાર્ય દ્વારા મોટા પ્રમાણમાં કૌભાંડ પણ કરવામાં આવ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું. વિકાસ માટે આવતી ગ્રાન્ટો ખોટાં બિલો બનાવી બરોબર વાપરી નાખવાનો આક્ષેપ છે. તાળાબંધી એટલે કરવામાં આવી કે આચાર્ય બાળકો પાસે પાણીની ટાંકીઓ અને ટોઇલેટ સાફ કરાવે છે. શાળાના વિકાસના નામે ગ્રાન્ટ પાસ કરાવીને બારોબાર વાપની નાખે છે. અનુપમ પ્રાથમિક શાળામાં ગ્રામજનોએ તાળાબંધી કરતાં મહેસાણા અને તાલુકા લેવલના અધિકારીઓ સૂંઢિયા ગામમાં દોડી આવ્યા છે અને આ મામલે ગામલોકોને સમજાવવાના પ્રયાસ હાલમાં ચાલુ છે, જાેકે ગ્રામજનો આચાર્યની બદલી માટે મક્કમ છે.મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ઉનાળું વેકેશન બાદનું શિક્ષણકાર્ય શરૂ થયું છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર નજીક આવેલા સૂંઢિયા ગામમાં ગામલોકોએ ભેગા મળીને ગામની સરકારી શાળાને તાળાબંધી કરી હતી. આચાર્યના અણઘડ વહીવટને કારણે શાળામાં સુવિધા નથી તેમજ સરકારમાંથી આવતી ગ્રાન્ટનો દુરુપયોગ કરાતો હોવાના આક્ષેપ કરી આચાર્યની બદલીની માગ ગ્રામજનો કરી રહ્યા છે.

The-villagers-locked-the-school.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *