Gujarat

મહેસાણામાં મોબાઈલની દુકાનમાં મધરાતે તસ્કર ઘૂસ્યો, ચોરીની ઘટના CCTV માં કેદ

મહેસાણા
મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે લાઘણજ પંથકમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરોએ અનેક ચોરીઓને અંજામ આપ્યા છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના આંબલીયાસણ ગામથી સામે આવી છે. જેમાં એક મોબાઈલની દુકાનમાં તસ્કરો મધરાતે ઘુસી ચોરી કરતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં તસ્કરો ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મહેસાણા તાલુકામાં આવેલા આંબલીયાસણ ગામમાં સ્ટેશન બજારમાં આવેલી બ્રહ્માણી મોબાઈલની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં દુકાનના મલિક જસુ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, દુકાનમાં લાગેલા તાળા તોડી કોઈ અજાણ્યો ઈસમ દુકાનમાં ઘૂસે છે. બાદમાં દુકાનમાં રહેલા બે એન્ડ્રોઇડ મોબાઈલ, પાંચથી છ ફોન તેમજ રોકડ મળી કુલ ૪૫ હજારથી વધારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની લાઈવ ઘટના રેકોર્ડ થઈ હતી. બાદમાં પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી આવી હતી.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *