કચ્છ
કચ્છના પશ્ચિમી દરિયા વિસ્તારમાં અવારનવાર પાડોશી દેશ પાકિસ્તા તરફથી ઘૂસણખોરી કરવામાં આવતી હોવાની ઘટના છાસવારે સામે આવતી રહે છે. જેને સતર્ક સિમાં સુરક્ષા દળના જવાનો દ્વારા પકડી પાડવામાં આવતા રહે છે. ત્યારે રાત્રે લખપત તાલુકાના સંવેદનશીલ દરિયાઈ હરમીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની ઘૂસણખોરને બીએસએફની ટુકડી દ્વારા ફરી એક વખત ઝડપી પાડવામાં આવ્યા છે. આ અંગે સિમાં સુરક્ષા દળની યાદી મુજબ રાત્રે નલિયા બીએસએફને હરામીનાળા વિસ્તારમાં ૬ જેટલી માછીમારી બોટની શંકાસ્પદ ગતિવિધિ જાેવા મળી હતી. જેના આધારે બીએસએફ દ્વારા ૯૦૦ વર્ગ કિલોમીટરના ફેલાયેલા હરમીનાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન છુપાયેલા ૩૫ વર્ષીય યાશીન શેખ અને ૨૫ વર્ષીય મોહમદ શેખ નામના બે પાકિસ્તાની ઘૂસણખોરોને સલામતી દળના જવાનોએ ઝડપી લીધા હતા. જ્યારે હજુ અન્ય ઘૂસણખોરો છુપાયા હોવાની સંભાવનાને પગલે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. પકડાયેલા બન્ને સંદિગ્ધ પાકિસ્તાનના સુજાવલ જિલ્લાના રહેવાસી છે.


