Gujarat

મુખ્યમંત્રીએ એલડી કોલેજ ઓફ એન્જિનીયરિંગના શતાબ્દી યોજનાનું અનાવરણ કર્યું

અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા સમારંભ દરમિયાન આ ભવ્ય સંસ્થાની શતાબ્દી યોજનાનું અનાવરણ કર્યુ હતું. એન્જિનીયરિંગના વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી વર્ષ ૧૯૪૮માં એલડીડીઈની સ્થાપના થઈ હતી, ત્યારથી તેણે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા તેનું સંચાલન થાય છે. સ્થાપના દિવસના કાર્યક્રમોના ક્રમમાં આ સંસ્થાની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ અને વિવિધ પહેલમાં સંસ્થાના ૧,૨૦૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં.આ ત્રણ દિવસીય ઉજવણીનો પ્રારંભ થયો હતો. આ દિવસે સંસ્થાના તમામ સભ્યોએ મોર્નિંગ વૉક કર્યું હતું. ખ્યાતનામ ફિટનેસ એક્સપર્ટ સપના વ્યાસના નેતૃત્વમાં ગ્રૂપ એક્સર્સાઇઝના માર્ગદર્શિત સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ૧,૨૦૦ સભ્યોએ કૉલેજના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. ત્રીજા દિવસે આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે આ ઉજવણીનું સમાપન થશે. આ દિવસે સવારે વહેલા ફેકલ્ટીના સભ્યો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પણ એક યોગસત્રનું આયોજન કરવામાં આવશે.ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એલ. ડી. કૉલેજ ઑક એન્જિનીયરિંગ તેના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી રહી છે. આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *