મેઘરજ
મેઘરજના રેલ્લાવાડા ઓઢામાં અગાઉ યુવકનું મોત થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં હત્યાની શંકા રાખી ગામના એક પરિવાર પર યુવકની હત્યાની શંકા રાખી ગામના લોકો પરિવારને હેરાન કરતાં પરિવાર ગામમાંથી હિજરત કરી ગયો હતો. જ્યારે ઘઉં તૈયાર થતાં પરિવાર ગામમાં આવતાં પરિવારને જીવનો ખતરો હોવાથી પોલીસ પ્રોટેક્શન સાથે ઘઉં વાઢવા અને ઘરવખરી લેવા જતાં ટોળુ ઉશ્કેરાયું હતું. ત્યારે ટોળાને કાબૂમાં લેવા ઇસરી પોલીસે હવામાં ટિયરગેસના બે રાઉન્ડ છોડ્યા હતા. ઘટનાને લઈને જિલ્લાનો પોલીસ કાફલો ઓઢા ગામે દોડી આવ્યો હતો. રેલ્લાવાડા ઓઢા ગામમાં અગાઉ કાંતિભાઈ નિનામાનું મોત થતાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. પરંતુ કેટલાક લોકો યુવકના મોત અંગે શંકા કરી ગામના નરેશભાઈ રત્નાભાઈ ખરાડીના પરિવારને વારંવાર હેરાન કરતાં પરિવારજનોએ ગામ છોડી દઇ અને અન્ય ગામ રહેવા જતા રહ્યા હતા. ત્યારે ઘઉંનો પાક તૈયાર થતાં ઘઉં કાપવા બાબતે અને ઘરવખરી સરસામાન ઘરમાંથી કાઢવા માટે ગામ છોડી દીધેલ પરિવારે ઈસરી પોલીસને સુરક્ષા માટે માગણી કરતાં પોલીસ પ્રોટેક્શન સાથે પરિવાર ગામમાં આવતા અગાઉ થયેલ મોતને લઈને ટોળાએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે લોકોના ટોળેટોળા એકત્ર થતાં ઉશ્કેરાયેલ ટોળું કાયદો હાથમાં લઈ કોઈ મોટી હોનારત ન સર્જે તે માટે ઇસરી પોલીસ દ્વારા ટિયરગેસના બે રાઉન્ડ હવામાં છોડ્યા હતા. ફાયરિંગના પગલે જિલ્લાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઓઢા ગામે અગાઉ એડી નોંધાઇ હતી. જેમાં એક પરિવારને ગામમાં ઘરવખરી લેવા આવતાં ડર લાગતો હતો. જેને ટ્રેક્ટર મારફતે ઘરવખરી લઈ જવાની હતી. જેથી પોલીસ મોકલી હતી. પરંતું ટોળુ એકત્ર થતાં ટોળાને વિખેરવા માટે ટીયરગેસના બે સેલ હવામાં છોડ્યા હતા.
