Gujarat

મોંઘવારી અને વ્યાજદરમાં વધારાથી રિયલ એસ્ટેટ સેક્ટર ત્રસ્ત

અમદાવાદ
મોંઘવારી અને વ્યાજદરમાં વધારાથી રિયલ એસ્ટેટ સેક્ટર ત્રસ્ત છે. આરબીઆઇએ તાજેતરમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કરી ૪.૯૦% કર્યો છે. ગયા મહિને રેપો રેટમાં ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. તેથી છેલ્લા બે મહિનામાં રેપો રેટમાં ૯૦ બેસિસ પોઈન્ટ્‌સનો વધારો થયો છે અને વિવિધ બેંકોએ તમામ પ્રકારની લોન માટે ધિરાણ દરમાં વધારો કર્યો છે, જેથી એફોર્ડેબલ હાઉસિંગ કેટેગરીમાં નોંધપાત્ર અસર જાેવા મળી છે. કોવિડ રોગચાળા બાદ ડેવલપર્સે તાજેતરમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ. ૫૦૦ સુધીના ભાવવધારાની જાહેરાત કર્યા પછી બાંધકામના કાચા માલના ભાવમાં પણ તીવ્ર વધારો જાેવા મળ્યો છે. ઝ્રઇઈડ્ઢછૈં-ય્ૈંૐઈડ્ઢ અમદાવાદના પ્રમુખ તેજસ જાેશીએ જણાવ્યું કે, સરકારે રૂ. ૨૫-૬૫ લાખની રેન્જમાં ઘર ખરીદનારા ગ્રાહકો માટે વિશેષ લાભોની જાહેરાત કરવી જાેઈએ. આ ગ્રાહકો પાસે નિશ્ચિત બજેટ હોય છે અને વ્યાજ દરમાં વધારો તેમના ર્નિણયને અસર કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, માંગ છે પણ સરકારે થોડી રાહત આપવી જાેઈએ કારણ કે તેણે પોસાય તેવા ઘરો માટે ૮૦-ૈંમ્છ આવકવેરામાં રાહત પણ બંધ કરી દીધી છે. શહેર સ્થિત ડેવલપર પારસ પંડિતે જણાવ્યું હતું કે, વ્યાજ દરો વધી રહ્યા છે, તેથી પોસાય તેવા હાઉસિંગ સેગમેન્ટને અસર થઈ છે. જે ગ્રાહકો ડીલને અંતિમ સ્વરૂપ આપવાના આરે હતા તેઓ ર્નિણય લેવામાં વધુ સમય લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *