Gujarat

મોરબીમાં ચાલુ રીક્ષામાં ઠગે આધેડના ખિસ્સામાંથી ૧ લાખ લુંટ્યા

મોરબી
લોકો ચોરી, લુંટ કરી શોર્ટકટમાં કમાણી કરવાના અવનવા નુસ્કા અજમાવતા હોય છે ત્યારે મોરબીમાં ચાલુ રીક્ષાએ ઉલ્ટીનું બહાનું કરીને પેસેન્જરના નાણાં ચોરતી રીક્ષા ગેંગ સક્રિય થઈ છે. જ્યાં તાજેતરમાં રીક્ષામાં બેસેલા આધેડના ખિસ્સામાંથી ભેજાબાજે ચાલુ રીક્ષાએ ઉલ્ટીનું બહાનું કરીને રૂ.૧ લાખ સેરવી લીધા હતા. આ અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં દાખલ થવા પામી છે. તેઓ લીલા કલરની પીળા હુડ વાળી સી.એન.જી. રીક્ષામાં બેઠા હતા. એ સમયે તેમની સાથે અન્ય ૨ શખ્સો પર રીક્ષામાં સવારી કરતા હતા અને રીક્ષા ચાલક રીક્ષા હંકારતો હતો. આ દરમિયાન જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેથી રોડ ઉપર પસાર થતા હતા ત્યારે રીક્ષામાં બેસેલો આશરે ૩૦થી ૩૫ વર્ષની ઉંમરના એક પેસેન્જરે ઉલ્ટીનું બહાનું કરીને પ્રવિણભાઇના પગ પર પોતાનું મોઢુ રીક્ષામાંથી બહાર કાઢી પ્રવિણભાઇના ખિસ્સામાં રાખેલા રૂ. ૧ લાખ તેમની નજર ચુકવીને સેરવી લીધા હતા. ત્યારે રીક્ષા ચાલકે કહ્યું તમારું કઈક પડી ગયું છે જે જાેવા માટે આધેડ રીક્ષામાંથી નીચે ઉતર્યા હતા. ત્યારે રીક્ષા ચાલક બંને ગઠીયાઓને લઈ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેથી આધેડે આ બાબતે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. આ રૂપિયા આધેડના કાકાએ જેતપરની બેન્કમાંથી ઉપાડ્યાં હતા અને મોરબી રૂપિયા મોરબી એક ભાઈને આપવાના હતા. એટલે તે રૂપિયા આપવા માટે આવતા હતા પણ રૂપિયા ચૂકવાયા તે પહેલા રીક્ષામાં નજર ચૂકવી રૂપિયા સેરવતી ગેંગે તે રૂપિયા સેરવી લીધા હતા. આ અંગેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં દાખલ થવા પામી હતી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *