Gujarat

રાજકોટના યુવાનનો કમિશ્નર કચેરીમાં ફિનાઈલ પીવાનો પ્રયાસ

રાજકોટ
રાજકોટમાં ધારાસભ્યના લેટરબોમ્બ થયા બાદ રોજ કોઈને કોઈ બાબતે જમીન પચાવવાના, ઘર પચાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટના ભીચરી ગામમાં કરોડોની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદી વિજય સોલંકી નામના યુવાને ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર પોલીસકર્મચારીઓએ તેમના હાથમાંથી ફિનાઈલની બોટલ આંચકી લીધી હતી. યુવાને વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી સહિત ૫ શખસ જમીન ખાલી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જમીન વર્ષોથી વડીલોપાર્જિત હોવા છતાં ખાલી કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીએસઆઈ સાખરા સહિતના પોલીસ અધિકારીઓ સામે પણ આરોપ લગાવ્યો હતો. જાેકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ આ જમીનનો કેસ ચાલી રહ્યો છે. એમ છતાં બિલ્ડર કમલેશ રામાણી સહિત ૫ શખસ જમીન ખાલી કરાવવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. વિજય સોલંકી પોલીસ કમિશનર કચેરીએ ફિનાઈલની બોટલ સાથે આવ્યો હતો. ફિનાઈલ પીવા માટે બોટલનું ઢાંકણું ખોલે એ પહેલાં હાજર પોલીસકર્મચારીઓએ તેમના હાથમાંથી બોટલ આંચકી લેવા મથામણ કરી હતી, જેમાં પોલીસ અને વિજય સોલંકી વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો પણ જાેવા મળ્યાં હતાં. જાેકે બાદમાં પોલીસે બોટલ આંચકી લીધી હતી અને વિજય સોલંકીની અટકાયત કરી હતી. વિજય સોલંકીએ પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં આરોપી તરીકે બિલ્ડર કમલેશ રામાણી, અનિલ ખુંટ, હિતેષ પ્રેમજી સેલિયા, પરેશ પટેલ અને ઈરો ભરવાડના નામ આપ્યા છે. તેણે રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના ભીચરી ગામના રેવન્યુ સર્વે નં.૧૭૭ પૈકીની ખેતીની જમીન અંગે ચરાભાઈ હાજાભાઈ સોલંકીનાં વારસદારો પાસેથી માતા પિતા જીવણભાઈ ધરમશીભાઈ સોલંકીએ વેચાણ કરાર તથા કુલમુખત્યારનામું કરાવ્યું છે, ત્યારથી ઘણાં વર્ષોથી ખેતીની જમીનનો કબજાે ભોગવટો મારા પિતા પાસે હતો અને તેના અવસાન બાદ અમારી પાસે કબજાે આવ્યો છે. કમલેશ રામાણીએ ૨૬-૦૩-૨૦૨૧ના રોજ દિવસે બપોરે ૧૨ વાગ્યે પ્રભુ પગલાં કે પ્રભુ ફાર્મ તરીકે ઓળખાતી વાડીએ અમને બોલાવ્યા હતા. ત્યારે ત્યાં કમલેશ રામાણી, અનિલ, પરેશ અને ઈરો હાજર હતા. કમલેશ રામાણી અને અન્યોએ એક સંપ કરી, ગુનાહિત કાવત્રુ રચી, એકબીજાએ ગુનાહિત કામે મદદગારી કરી હતી. કમલેશ રામાણીએ તેની વાડીએ બોલાવીને તેના ફોર-વ્હીલમાં ધાક-ધમકી આપીએ અમારી જમીનના કાગળો પર બળજબરીથી સહીઓ તથા અંગૂઠાનાં નિશાનો કરાવી લીધાં હતાં. ૪૫,૦૦,૦૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા અને ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને અને તારા પરિવારના લોકોને જાનથી મારી નાખીશું. આ તમામે મને પૈસા લઈને તેની વાડીએથી જવા દીધો હતો અને હું ખૂબ ભયભીત અને ડરી ગયેલો હોવાથી મારા ઘરે જઈને સૂઈ ગયો હતો.

Young-man-attempts-to-drink-phenyl-in-CP-office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *