રાજકોટ
રાજકોટમાં હેરીટેજ એવા બેડી નાકા ટાવર તથા રૈયા નાકા ટાવર આવેલ છે. જે સંસ્કૃતિની વિરાસત છે. તેની જાણવણી પણ જરૂરી છે. હાલ આ બંને ટાવરોની ઘડિયાળો બંધ છે. તેમજ અસામાજિક તત્વો દ્વારા ઘડિયાળમાં નાની મોટી તોડફોડ કરવામાં આવેલ છે. આ ઘડિયાળો જરૂરી રીપેરીંગ કરી પુનઃચાલુ કરવી જરૂરી છે. એવું પણ જાણવામાં આવેલ છે કે અસામાજિક તત્વો નાની મોટી તોડફોડ કરે છે. જેથી અહી વિજીલન્સ સુરક્ષા વિભાગ દ્વારા રાત્રીના સમયે ચેકિંગ પણ કરવું જરૂરી છે. ઉપર ટાવરમાં ઉપર જવા માટેના મુખ્ય દરવાજા પર લોખંડની જાળી નાખવી જરૂરી છે. જેથી અસામાજિક તત્વો ઉપર જઈ ના શકે. તેમજ ટાવરના અંદરના ભાગમાં લાઈટો વધારી બહાર પણ મોટી લાઈટ મુકવી જરૂરી છે. જેથી અહી અસામાજિક તત્વો પર અંકુશ રહે. હેરીટેજ વિરાસત સમા આ ટાવરમાં નાનું મોટું રીપેરીંગ કરી જરૂર જણાયેલ ટાવરને ક્ષતિ ન થાય તે રીતે પથ્થરોમાં પાલીશ કલર કરવો જરૂરી છે.રાજકોટની શાન જેવા બેડીનાકા અને રૈયાનાકા ટાવરની બંધ પડેલી ઐતિહાસિક ઘડીયાળો ચાલુ કરવા ડે.મેયરે કમિશ્નરને રજૂઆત કરી છે. ડે. મેયર ડો.દર્શિતા શાહે મ્યુનિ.કમિશનર અમિત અરોરાને પત્ર લખી જણાવ્યું હતું કે, અસામાજિક તત્વોના ત્રાસથી બેડીનાકા-રૈયાનાકા ટાવરની ઘડિયાળમાં તોડફોડ થઈ છે. આ ઇમારતનું કોઇ ધ્યાન રાખતું નથી. તમે જ ઘડીયાળમાં પ્રાણ ફૂંકો.


