રાજકોટ
રાજકોટના લીમડા ચોકથી જ્યુબેલી સુધીના રોડ પર જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી કરવા બદલ ૧૭ આસામીઓ પાસેથી ૫૦૦૦, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા કે ઉપયોગ કરવા બદલ ૧ આસામી પાસેથી ૨૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ ૧૮ આસામીઓ પાસેથી ૫૨૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. લીમડા ચોકથી જ્યુબેલી સુધીના રોડ પર દબાણ હટાવ શાખા દ્વારા ૧ રેકડી, ૫૩ પરચુરણ માલસામાન અને ૬૮ બોર્ડ અને બેનર જપ્ત કરવામાં આવ્યા હતા. બાંધકામ, વોટરવર્કસ, ડ્રેનેજ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.૭ દ્વારા ૬ સ્ટ્રોમ વોટર મેનહોલની સફાઇ, ૯ ડ્રેનેજ મેનહોલની સફાઇ, ૧૧ પાણીની વાલ્વ ચેમ્બરની સફાઇ, ૧૧૬.૨૫ ચોરસ મીટર ફૂટપાથ રિપેરિંગ ૯ ઘનમીટર રબ્બીશ ઉપાડવાની કામગીરી કરવામા આવી હતી.રાજકોટ મનપા દ્વારા શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા અને ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે મુખ્ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે સેન્ટ્રલ ઝોનમાં લીમડા ચોકથી જ્યુબેલી સુધીના રોડ પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૮ સ્થળોએ ડિમોલિશન હાથ ધરી ગેરકાયદેસર દબાણ દૂર કરી ૨૯૦૦ ચોરસ ફૂટ પાર્કિંગ અને રસ્તાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ જાહેરમાં કચરો ફેકનાર કે ગંદકી ફેલાવનાર ૧૭ શખસો પાસેથી ૫ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૭ અને ૨માં સમાવિષ્ટ જનસત્તા ચોકથી લીમડા ચોક થઇ જ્યુબેલી સુધી ફૂટપાથ, માર્જિન અને રોડમાં થયેલા દબાણો કે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૮ સ્થળોએ દબાણ દૂર કરી અંદાજે ૨૯૦૦ ચોરસ ફૂટ પાર્કિંગ અને રસ્તાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.


