Gujarat

રાજકોટમાં ખેતમજૂરી કરતા આધેડે ઝેરી દવા પીધી

રાજકોટ
લાપાસરી ગામે રહેતાં મૂળ જેતપર પાવીના અમરોલી ગામના ચકલાભાઇ વિઠ્ઠલભાઇ રાઠવા (ઉ.વ.૪૫)એ ગત રાતે અગિયારેક વાગ્યેઇ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિનટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો હતો કે, મારા બાપુજીને અમારા ભાઇ-બેહનના સગપણની ચિંતા હતી. આથી તેઓએ આ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે હોસ્પિ ટલ ચોકીના આર.બી. ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ચકલાભાઇ કેટલાક સમયથી લાપાસરીમાં ધીરૂભાઇ ચૌહાણની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતાં હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રએ કહ્યું હતું કે મારા બાપુજી અમારા ભાઇ-બહેનના સગપણની સતત ચિંતા કરતાં હતાં. પૈસા ન હોય સગપણ કેમ થશે? બધાના છોકરા પરણી ગયા, મારા છોકરાવનું શું થશે? એવી વાતો કેટલાક દિવસથી કરતાં હતાં. આ ચિંતામાં જ તેમણે ગત રાતે ઝેરી દવા પી લીધી હતી. રાજકોટ સિવિલ હોસ્પિગટલમાં પોસ્ટીમોર્ટમ બાદ મૃતદેહને વતન જેતપુર પાવી લઇ જવામાં આવ્યો હતો. હાલ આજીડેમ પોલીસે આપઘાત અંગે ફરિયાદ નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

An-adult-working-on-a-farm-took-poisonous-drugs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *