Gujarat

રાજકોટમાં બે વૃદ્ધ ઓમિક્રોન પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં

રાજકોટ
રાજકોટમાં ૧૦ દિવસ પહેલા યોજાયેલા ઝ્રસ્ના રોડ શોમાં તેમજ સભામાં હાજરી આપનાર મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી,પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા, જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલા કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે પ્રશિક્ષણ શિબિરો અને કાર્યક્રમો કરતા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા અને હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ તમામ હાલ હોમ આઈસોલેટ થયા છે. તેઓના સંપર્કમાં અનેક કાર્યકરો આવ્યા હતા તેથી સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લામાં પણ પ્રિકોશન ડોઝ શહેરમાં ૨૧ આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ સહિત ત્રણેય ઝોનમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ત્રીજાે ડોઝ આપવામાં આવ્યો હતો. રસી લેવા આવેલા ૬૦ વર્ષથી ઉપરના લોકો સાથે વાત કરતા તેઓએ રસી મુકાવ્યાની ખુશીની લાગણી દર્શાવી હતી. રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં તમામ વયજૂથના સહિત ૪૭૯૯ લોકોએ અને ગ્રામ્યમાં ૪૦૦૦ જેટલા લોકોએ રસીનો ત્રીજાે ડોઝ લીધો હતો.રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ પોતાની નબળી કામગીરી માટે જાણીતું છે. કેસ વધે ત્યારે સૌથી પહેલા આંકડાની રમત ત્યાં જ શરૂ કરી દેવાય છે. તેવી રમત ફરી શરૂ કરી દેવાઈ છે તેવી શક્યતા છે. કારણ કે, રવિવારે જે કેસ જાહેર થયા છે તેમાં ધોરાજીમાં ૩૦ જ્યારે રાજકોટ તાલુકામાં ૩, ઉપલેટામાં ૬, જેતપુરમાં ૧૯ કેસ જાહેર થયા છે આ સિવાયના તમામ તાલુકાઓ શૂન્ય કેસ જાહેર કરવામાં આવ્યા છે.સોમવારે રાજકોટ શહેરમાં નવા ૧૯૧ અને ગ્રામ્યમાં ૫૮ સહિત કુલ ૨૪૯ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા શહેરમાં ૧૨૭૩ અને ગ્રામ્યમાં ૩૪૨ સહિત જિલ્લામાં ૧૬૧૫ થઈ છે. જિલ્લામાં હાલ સૌથી વધુ કેસ ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવી રહ્યા છે. ૫૮માંથી ૩૦ તે જ વિસ્તારના છે. જ્યારે રાજકોટ શહેરમાં બે કોરોના પોઝિટિવ દર્દીનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સાધુવાસવાણી રોડ પર રહેતા ૭૯ વર્ષ અને ૮૧ વર્ષના બે વૃદ્ધ યુ.એ.ઈ.માંથી આવ્યા હતા અને કોરોના પોઝિટિવ આવતા જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ લેવાયા હતા. જેમાં ઓમિક્રોન હોવાનું ખુલ્યું હતું. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા. ગ્રામ્યમાં ફરી કેસ જાહેર કરવામાં રમત, ગઇકાલે ૧૧માંથી ૭ તાલુકામાં શૂન્ય કેસ નોંધાયા હતા.

Omicron-Virus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *