Gujarat

રાજકોટમાં મોરેશિયસના વડાપ્રધાને આવકારવા રોડ શોનું આયોજન

રાજકોટ
રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવના જણાવ્યા મુજબ ભારતીય મૂળના મોરેશિયસના વડાપ્રધાનને આવકારવા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ એરપોર્ટ પર જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ મહાનગરની સમગ્ર ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવશે ત્યાર બાદ અલગ અલગ ૨૫ પોઇન્ટ ઉપર તેમના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને ગુજરાતી ક્લચર થી તેમનું સ્વાગત કરવામાં આવશે આ માટે ઠેર ઠેર તેમને આવકારતા હોર્ડિંગ્સ અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં તેઓ રોકાણ પણ કરવાના છે અને ડિનર પણ કરવાના છે આ ઉપરાંત દરમિયાન તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળશે. ભારત અને મોરેશિયશ વચ્ચે સબંધો વધુ ગાઢ બને તેના લાભો દરેક ક્ષેત્રમાં મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ થઇ રહ્યું છે. એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી રોડ શોમાં તેમને આવકાર માટે સમગ્ર રૂટ પર ઢોલ, ડી.જે., રાસગરબા, વેશભૂષા જેવા અલગ અલગ રંગો સાથે સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી રીંગરોડ સમગ્ર રૂટ પર પૂષ્પવર્ષા કરાશે અને ભાજપના તમામ વોર્ડ, સેલ, મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ માટે શહેર ભાજપ દ્વારા ખાસ બેઠક બોલાવી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આજે રાજકોટ પોલીસ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.. મોરેશિયસ આશરે ૨ હજાર ચો.કિ.મી.માં આવેલ દેશ છે અને ૬૧ વર્ષની વયના પ્રવિંદ જુગનાથ ત્યાં જ જન્મેલા છે અને ૨૦૦૩થી તેઓ મિલિટન્ટ સોશ્યાલિસ્ટ પાર્ટીના લીડર છે અનેજાન્યુઆરી-૨૦૧૭થી મોરેશિયસના વડાપ્રધાન છે.રાજકોટ શહેર કરતા ઓછી પણ ઓછી એટલે કે લગભગ ૧૩ લાખની વસ્તી ધરાવતા દેશ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે રાજકોટ શહેર ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ધોમધખતા તાપમાં એરપોર્ટથી રેસકોર્સ રીંગરોડ ઉપર ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *