ગિરગઢડા તા 13
ભરત ગંગદેવ
આ કામના ફરિયાદી ધવલભાઇ મનસુખભાઇ વાઘેલા રહે રાજકોટ ની ફરિયાદ પર રાજકોટ જીલ્લા કલેકટર ને લેન્ડ ગ્રેબીગ એકડ ઓનલાઇન અરજી નં 40918210012402 તા 27/10/2021લેન્ડ ગ્રેબિંગ અરજી ના આધારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ. એફ આર આઈ નોંધી લેન્ડ ગ્રેબીગ અધીનયમ નિ કલમ 3.5 મુજબ કાયદેસરની કાર્યવાહી થવા હૂકમ થતા ધડપકડ.
ફરીયાદીએ ફરીયાદ માં લખાવિયા મુજબ પોતે ધવલભાઇ મનસુખભાઇ વાઘેલા જાતે ધોબી ઉંમર વર્ષ 42, રેડીમેન્ટનો વેપાર કરી મારા પરિવાર સાથે જાગનાથ પ્લોટમાં રહી મારુ ગુજરાન ચલાવું છું અને મારા માતા પ્રફુલાબેન મનસુખલાલ વાઘેલા નિ માલીકીનિ મિલ્કત રાજકોટ સર્વ નંબર 429, 432, 433, 434, 445, 454, જે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના એ/43//1 ટીપી સ્કીમ નંબર 2 એફ પી નં 122 ઓ.પી નં 14 પર ઇન્દ્રપ્રસ્થ નગર શેરી નંબર 3 માં આવેલ મકાન તેના ચોરસ મીટર 126.45 ખરીદ વેચાણ દસ્તાવેજ નોંધણી નં 27553 તારીખ 5 /12/ 2001થી ખરીદેલું અને હું તે મિલકતનો કુલમુખત્યાર દરજ્જે કબજેદાર છુ આશરે 2019 અરસા મા મારા દાદીમા રંભાબેન લક્ષ્મણભાઈ વાઘેલા આકાર અપાર્ટમેન્ટ, 3/13 જાગનાથ પ્લોટ, રાજકોટ વાળા બીમાર થઈ જતાં તેઓની સારસંભાળ માટે અમોએ નર્સ તરીકે કામ કરતા ઉમાબા રામસિંગ યાદવ હાલ રાજકોટ મૂળ ગીર-સોમનાથ વૃંદાવન સોસાયટી, ભાલકા- બાલપરા ને અમારા દાદીમાની સારસંભાળ રાખવા નસઁ તરીકે રાખેલ હતા અને તેઓ મારા દાદીમા ની સાર સંભાળ કરતા હતા ત્યારે તેઓએ જણાવેલ કે મારી પાસે રહેવા માટે મકાન નથી તમે મારી મદદ કરશો અથવા તમારી પાસે કોઈ મકાન હોય તો કેજો જેથી અમારી માલિકીનું મકાન ઈન્દ્રપ્રસ્થ શેરી નંબર 3, હેમુ ગઢવી હોલ પાછળ રાજકોટ ખાતે આવેલ જે અમારા દાદીમા ની સાર સંભાળ કરતા હોવાથી કોઈપણ જાતના ભાડા વગર સંબંધ નિ રૂહે ઉમાબા રામસિંહ યાદવ નસઁ ને રહેવા માટે આપેલ હોય. અને ફરીયાદી ના દાદીમાં 2020 ના અરસા મા અવસાન પામ્યા ત્યારે બાદ મારા માતા પણ થોડો સમય યુ. કે ગયેલા અને તે આવિયા બાદ તે મકાન ફરિયાદી ને પરત સોંપવા અનેક વાર જણાવેલ કે અમારા દાદીમા ની સાર સંભાળ રાખતા હોવાથી કોઈપણ જાતનુ ભાડું લીધા વગર સંબંધની રુહે રહેવા આપેલું હોય તો અમારી માલિકીનું મકાન અમને તૂરત કબજો સોંપી આપો તેવુ અનેક વખત જણાવતા હોવા છતાં આ કામના આરોપી ઉમાબેન રામસિંગભાઈ જાદવ ફરિયાદી નિ માલિકીનું મકાન ખાલી કરતા ન હોય અને ગેરકાયદેસર કબજો રાખેલ હોય અને ફરીયાદી ના માતા ની માલિકીનું મકાન આરોપી ઉમાબેન રામસિંહ યાદવ નાઓએ ગેરકાનૂની કબજો રાખી ગેરકાયદેસર રીતે પચાવી પાડવા સારૂ ગે.કા. રહેણાંક કરતા હોય જેનિ સામે લેન્ડ ગ્રેબીગ અધીનયમ નિ કલમ હેઠળ કાયદેસરની કાયદાકીય કાર્યવાહી થવા ધડપકડ કરી નામદાર કોર્ટ મા રજુ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું માલવિયા પોલીસ ચોકી ના એ. સી. પી. જોબદાસ સુર્યનારાયણ ગેટમ ને આગળ નિ તપાસ સોંપવામાં આવી હોવાનું જણાવ્યું છે
આમ આ કીશો રાજકોટ મા મહિલા નસઁ દ્રારા વેપારી નુ મકાન પચાવી પાડવા સામે લેન્ડ ગ્રેબીગ અધીનિયમ એકડ રાજકોટ જિલ્લા કલેકટર દ્રારા ગૂનો નોંધાવા હુકમ કરાતા સંબંધ નિ રૂહે રહ્યા અપાતિ મિલકત ના માલિકો માટે લાલબત્તી સમાન કેસ મા રાહત મળી હોવાનું લીંગલ સમાચાર દ્રારા જણાવેલ છે.
