બોડેલી પાસેથી પસાર થતો નસવાડી બોડેલી હાઇવે પર ખોડીયા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે
અકસ્માતમાં ટ્રકમાં સવાર ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો . સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે . છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે . ખાસ કરીને વાત કરવામાં આવે તો છોટા ઉદેપુર જિલ્લામાં હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત ફર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના – મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોને અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે બોડેલી તાલુકાના ખોડીયા ગામ પાસે સર્જાયો હતો . ખોડીયા ગામ પાસે બે હાઈવા ટ્રકો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો . અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને બહાર નીકળવામાં આવ્યો હતો . જે બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ટ્રક ડ્રાઇવરને બોડેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો . મળતી માહિતી મુજબ ડ્રાઈવર નાં બને પગ મા ગભિર ઈજા પહોચી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


